Monday, 17 March 2014

wel comes all my friends

હોળી-ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ.


સરદાર
મરશે નામ સદાય તમારું, પ્રેમથી ભારતની જનતા.
હેશે યાદ હંમેશ તમારું નામ, ગાંધીજીના સાથી સદાયના.
દાન કીધું તન-મન-ધનનું, ન્યોચ્છાવર જીવન સકળનું.
ખોપાં દીધાં દેશ પુરાને, વીસરશે એ કદીના જનતા.
રસોની તન્મયતા કીધી, આઝાદહીંદનાં શમણાં કાજે.
ખેલ લેખ હશે વીધીના, મળ્યા સપુત તમ જેવા ભારતને.
લે જાય રસાતળ ધરાનું, અમર રહે નામ સદાય તમારું.
ભારત વર્ષને કીધાં એક, અનેકતામાં એકતાનો સંદેશ.
શ્વર મળે જો મને કદીક, તો માંગીશ વર જનમવા ફેર.
શ્ચીમના દેશો સહુ કરે, દીગ્મુઢ બની વીચાર ખુબ કરે.
ટેલ નાંખી કીસાનો પાસે, બન્યા સરદાર લોખંડી પુરુષ.
ળી લળી લાગું હું પાય, સરદાર તમોને કોટીકોટી વંદન.
પ્રવિણ બી.વજીર

Monday, 3 March 2014

2- જ્યાં છે એ નક્કી વાત કે




2- જ્યાં છે એ નક્કી વાત કે
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
આવાગમન છે બંને જગતમાં સતત મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

કવિ પરીચય-અશ્વિની ભટ્ટ





અશ્વિની ભટ્ટ
જન્મ-૨૨/૭/૧૯૩૬
જન્મસ્થળ- અમદાવાદ
પિતા- હરપ્રસાદ ભટ્ટ
પત્ની-નીતા ભટ્ટ
સંતાન-નીલ ભટ્ટ
અભ્યાસ એમ.એ,એલ.એલ.બી
વ્યવસાય લેખન પ્રવૃતિ
પારિતોષિક- અંગાર(નવલકથા)ભાગઃ૧-૨-૩ને
                  (ગુજરાતી સાહિત્ય અકાદમી)
સાહિત્યક્ષેત્રે પ્રદાનઃ
નવલકથાઃ
                   અંગાર ભાગઃ૧-૨-૩(૧૯૯૩)/આખેટ ભાગઃ૧-૨-૩/આશકા માંડલ/
                  ઓથાર ભાગઃ૧-૨/કટિબંધ ભાગઃ૧-૨-૩(૧૯૯૭)/ફાસલો ભાગઃ૧-૨/
                  નીરજા ભાર્ગવ/લજ્જા સન્યાસ/શૈલજા સાગર
ટૂંકી નવલકથાઃ  કમઠાણ/કસબ/કરામત/આયનો
અનુવાદ –      અડધી રાતે આઝાદી(ફ્રીદમ એટ મિડનાઇટ)
                    ધ લાસ્ટ કુન્ટિયર(ધ લાસ્ટ ફન્ટિયર)
નિબંધ  આક્રોશ અને આકાંક્ષા
નાટક રમણ ભમણ
Description: અ
 અવસાન ૧૦/૧૨/૨૦૧૨(યુ.એસ.એ)માં  (હ્રદયરોગના હુમલાથી)

HTAT




1. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Office keeping (ગુજરાત મુલ્કી સેવા નિયમોનો ટૂંકસાર) 

2. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Padagogy
3. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Total Learning Package
4. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Structure for education
5. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Soft skills
6. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Ubuntu
7. મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ Open office
8. અસરકારક વર્ગવ્યવહાર અને હકારાત્મક વલણ ધોરણ ૧ થી ૭
9. વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ
10. વાચન – લેખન પદ્ધતિ અને પ્રયુક્તિઓ
11. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ – ૨૦૦૯
12. આર.ટી.આઈ. – ૨૦૦૫ (ગુજરાતી ભાષામાં)
13. શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન
14. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તાલીમ મોડ્યુલ
15. પંચાયતી રાજ સંસ્થા (PRI) તાલીમ મોડ્યુલ
16. શાળા વ્યવસ્થાપન સમિતિ બાંધકામ પ્રવૃત્તિની માર્ગદર્શિકા
17. નાણાકીય વ્યવસ્થાપન અને પ્રાપ્તિ માટેની કાર્યપદ્ધતિ
18. સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ માર્ગદર્શિકા 
19. સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ માર્ગદર્શિકા ભાગ – ૧ (પેજ – ૧ થી ૧૬)
20. સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ માર્ગદર્શિકા ભાગ – ૨ (પેજ – ૧૭ થી ૩૪)
21. શિક્ષક તાલીમ સાહિત્ય – સામગ્રી : ભાષા (ગુજરાતી,હિન્દી, અંગ્રેજી,સંસ્કૃત) (વર્ષ : ૨૦૧૨ – ૧૩)
22. શિક્ષક તાલીમ સાહિત્ય – સામગ્રી : સામાજિક વિજ્ઞાન (વર્ષ : ૨૦૧૨ – ૧૩)
23. શિક્ષક તાલીમ સાહિત્ય – સામગ્રી : 24. સંગીત,ચિત્રકામ,કાર્યાનુભવ,સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (વર્ષ : ૨૦૧૨ – ૧૩)
25. વાચન પર્વ માર્ગદર્શિકા
26. મેનેજરીયલ મોડ્યુલ (વર્ષ : ૨૦૧૩ – ૧૪)
27. સંશોધનપત્રનું લેખન અને માહિતી વિશ્લેષણ
28. વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ MT તાલીમ મોડ્યુલ
29. કન્યા શિક્ષણ, NPEGEL અને KGBV
30. શિક્ષક તાલીમ સાહિત્ય – સામગ્રી : પ્રવૃત્તિલક્ષી શિક્ષણ, ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, જળસંચય, SCE, શિક્ષણમાં નવાચાર, સમાવેશી શિક્ષણ
31. પ્રજ્ઞા (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) તાલીમ મોડ્યુલ